આ પણ અંતે શૂન્ય થવાનું; તે પણ અંતે શૂન્ય થવાનું,
ગમ્મે તેવા કર સરવાળા ; તારણ અંતે શૂન્ય થવાનું.
પ્રેમ થવાનાં કારણ,લક્ષણ,અસર વિશે પુસ્તક ના વાંચો;
પ્રેમ થશે તો બધુંય ડ્હાપણ-શિક્ષણ અંતે શૂન્ય થવાનું.
તમે સમયના પગ પકડો કે શ્વેત ધજા ફરકાવો તો પણ;
ક્ષણ ક્ષણ સામે લડશો નહિ તો રક્ષણ અંતે શૂન્ય થવાનું.
આત્માની જો વાત કરો તો "ક્રિશિવ" હજુ'ય માનું,
મન માટે ના માનું હું કે વળગણ અંતે શૂન્ય થવાનું.