તારી થપ્પડને ગાલ આપું હૂઁ ?
આથી ઝાઝું શું વ્હાલ આપું હું ?
શોખ છે ચામડાના ચપ્પલનો
તો ઉતરડીને ખાલ આપું હું ?
નાચવું છે જ મારી છાતી પર
તો લે નાચી લે તાલ આપું હું ?
તીર,તલવાર,ભાલો છે જ નહી
ઢાલ માંગે તો હાલ આપું હું
સ્પર્શવી છે જીવંત મમતાને ?
ચાલ ! માની ટપાલ આપું હું
Chandresh Naaraj