મારા અને તારા ,મળી જાય મન ,
દોસ્તી એટલે "all in one"..
કિટ્ટા-બુચ્ચા ને રહે પછી મૌન ,
તારા વિના મારું છે કોણ ..?
પપ્પા ન જાણે મમ્મી ન જાણે ,
મારા બધા સિક્રેટ બસ તું જ જાણે ...
કોલેજની કેન્ટીન ને બાગ-બગીચા ,
મોજ કરીએ ,ભલે ખાલી હોય ખીચા ...
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું ,
દોસ્ત તને દિલની વચ્ચો-વચ રાખું છું ...
તારી સાથે જીવવું છે આ જન્મારો ,
દોસ્ત જ નથી તું જીવ છે મારો ...
મારા ને તારા મળી જાય મન
દોસ્તી એટલે "all in one" ...