આજે મારા જીવન નો પ્રથમ પ્રેમ એટલે મારી મા નો જન્મદિવસ... મા વિશે તો હમણા જ લખ્યું તું mb પર.. પણ આતો એવો સબંધ કે આખુ પુસ્તક લખી તોય કઈક બાકી રહી જાય... મમ્મી આજે એક વાત કહેવાની છે... તે આટલા વરસ તારો મા તરીકે નો રોલ બહુ જબરદસ્ત રીતે નિભાવ્યો... જેમ જેમ બાળક મોટુ થાય એમ હવે જવાબદારી બાળક ની પણ આવે... જે હાથે તમને એકડો ઘૂંટતા શીખવ્યું એને મોબાઈલ વાપરતા શીખવવું... જે હાથ ના બળે તમે સાયકલ ચલાવતા શીખ્યા એ મા ને સ્કુટી ચલાવતા શીખવવી... જે મા ની સાડી ઓઢી તમે ઘર ઘર રમતા એ મા ને સમય પ્રમાણે સાડી મુકી ડ્રેસ ગિફ્ટ કરવો... જેને તમને બેંક ની લાઇન માં ઉભા રહી રસીદ ભરતા શીખવ્યું એને e banking શીખવાડવું...જેને તમારી પેલી ટ્રેન નો પ્રવાસ યાદગાર બનાવ્યો એની પેલી ફલાઇટ યાદગાર બનાવવી...બસ તો આવું જ કંઈક... મા હવે મારી વારી... તારો જમાનો તે દેખાડ્યો મારો જમાનો હું બતાવીશ...હાહા... મુક તારી બધી ચિંતા હવે તો આપણે ખાલી મોજ કરીશું... happy birthday mummy...