વાતો માં વાત નીકળી ને સાંજ થઈ,
લે જીવન માં આજે ફરી મજાક થઈ,
પારેવું લાયો પિંજર માં કોઈ એ ના પૂછ્યું,
ઉડાવ્યું આજે લોકો જુએ અવાક થઈ,
દિવસભર સ્વપ્નો આળસ મરડે જ્યાં,
રાતે સફાળા જાગે એજ સજાક થઈ,
ગણતરી બધી જ ચોપડે સાચી લાગે,
ગૂંચવે જિંદગી ના વર્ષો રોજ આંક થઈ,
જોઈ ખોટું થતું કદીક બોલવુંય પડે ને,
આપેલી સલાહ પાછી આવે વાંક થઈ,
મન ભલે રહ્યું મજબૂત મનોબળ વાળું,
ક્યારેક તો થકવી દે દેહને એ થાક થઈ,
વાતો માં વાત નીકળી ને સાંજ થઈ,
લે જિંદગી માં આજે ફરી મજાક થઈ.