*"દર્પણ"*
વાળમાં હવે તો થોડી...
સફેદી આવી ગઈ,
મારામાં પણ હવે થોડી...
સમજણ આવી ગઈ...!!!
નિરાંતે આજે જોયું "દર્પણમાં",
લાગ્યું કે મુજમાં હવે "મા" થોડી...
તારી ઝલક આવી ગઈ...!!!
માળો ખાલી પડ્યો હવે... કરીશ શું ?
એ વિચારે ભયની...
એક લહેર આવી ગઈ...!!!
ત્યાં જ ફરી પાછી એ સોડશી...
"દર્પણમાં" આવી ગઈ,
મને ફરી મારી જોડે ઓળખાણ
કરાવી ગઈ...!!!
વર્ષો થી "દર્પણ" પર જામેલી
ધૂળ પર જાણે આજે,
સૂરજ ની એક નીખરતી કિરણ
આવી ગઈ...!!!