જાણો શરૂ થનારી #_લીલી_પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી*
*ગિરનારને કેન્દ્રમાં રાખીને ગિરનારની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણાએટલે લિલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવાગિરનારમાં વસતા 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારનીપરિક્રમા કરવાથી મળે છે.*
આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધુંપ્રમાણમાં જોવા મળે છે, જેમાં એક મહાશિવરાત્રીનાં મેળામાં અનેબીજું છે ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાંશહેરો અને ગામડાંઓમાંથી માનવ મહેરામણ કીડીયારાની જેમઉભરાયને આવે છે. દિવાળી અને દિવાળી પછીનો માહોલજૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવનાથ તળેટી આખીશ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.
ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસ થી પૂનમસુધી પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવે છે. જેમાં આ વર્ષે 19નવેમ્બરથી 23 નવેમ્બર સુધી પરિક્રમા માર્ગ ખુલ્લો મુકાશે. ધાર્મિકદ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણછે. કારણ કે અહીં વિવિધ જાતિનાં, જુદાં જુદાં ધર્મનાં અને અલગઅલગ રીતિ રિવાજોવાળા લોકો કોઈપણ મતભેદ વગર આપરિક્રમાને શ્રદ્ધાથી પૂર્ણ કરે છે.