ઉદાસી...
" પહેલાની જેમ હવે એ રીસાતી નથી,
મૌન રેહવાની આ કળા સમજાતી નથી.
બે પંક્તિ કહું તારી તારીફ માં, અને..!
માની જાય એવી કવિતાય લખાતી નથી.
જાઓ ને., જુઓ ને., પૂછોને કોઈ એને.,
ઉદાસીનું કારણ પણ કેમ જણાવતી નથી.
અઢળક નીતરે છે પ્રેમ, દિલ માં તારા માટે,
મજબૂરી છે, કે બસ વાત કહેવાતી નથી.
અરે.., જોને..., ના કરીશ ને આમ હવે !
દુખતા દિલ ને, હવે વધુ તડપાવિશ નહિ.
માનીજા ને હવે, લે ચુંબન કપાળે ધરી દઉં,
ખાનગી રાખજે, વાત હોઠો ને કહીશ નહિ."
મિલન લાડ. વલસાડ, કિલ્લા પારડી.