અમાસ ની રાત
----------------------------------------------------------------
જાન્યુઅઆરી ના દીવસો હતા.સુમસામ સડક ભાસી રહી હતી,મંદ પવન શરીર માં ઠંડક ભરી રહ્યો હતો રાતનો એક થવા આવ્યો હતો,ચારે તરફ નિરવ શાંતિ પથરાઇ ચુકી હતી,રાત્રિ ના અંધકાર માં સન્નાટો છવાઇ રહ્યો હતો. આયુશા તેની બાઇક ઉપર ઘર તરફ જઇ રહી હતી.પોતાની મોટી બેન જાનકી ના ઘરે ગઇ હતી પણ રસ્તા માં બાઇકમાં મિસ્ટીક આવતા મોડુ થઇ ગયુ હતુ,ઘરે પહોચવામા એક કલાક નોજ સમય થાય પરંતુ ભય અને ઠંડી રુકાવટ કરતા હોવાથી રાત કાફી થઇ ચુકી હતી. પવન ના લીધે સડક ની બંન્ને તરફ ના વૃક્ષો ખખડવાનો અવાજ ભયંકર લાગી રહ્યો હતો,રસ્તો સાવ નિર્જન હોવાના લીધે વાતાવરણ સ્તબ્ધ બની ગયુ હતુ. બાઇક ચલાવી રહેલી આયુશા માંગુકિયા ના કાન માં અચાનક એક ભયંકર ચિસ સંભળાણી અને એ સાથે તેના શરીર માંથી ઠંડીનુ એક લખલખુ પસાર થઇ ગયુ. તેણીયે ગાડી ની સ્પીડ થોડી વધારી, આટલી કડકડતી ઠંડી મા પણ ડર ના લીધે આયુશા ના કપાળ માં પરસેવો વળી ગયો.જેવી તે થોડી આગળ ગઇ કે ફરી થી એ જ ચીસ એના કાનમા ગુંજી ઉઠી. આયુશા ને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઇ ગઇ પણ અહી થોભવા કરતા નીકળી જવા માંજ પોતાની સલામતી હતી એમ સમજી ને આગળ વધી રહી હતી ,આવી ડરામણી જગ્યા માંથી પસાર થવા માટે પોતાની ઉપર જ તેને ગુસ્સો ચડયો પણ હવે તો તે પાછી વળે શકે એમય નોતી. એવા માં સામેની સાઇડ માથી બે માનવ ઓળા ચાલતા આ તરફ આવી રહયા હોય એમ જણાયુ એટલે તેણીયે ગાડી ને એ માનવ આકૃતિ તરફ વાળી જેવી એ નજીક ગઇ તો ભયાનક બિહામણા ચહેરા વાળી એક સ્રી અને તેની સાથે એક બારેક વર્ષ નો છોકરો તેની સામે જાણે તેની મજાક ઉડાવતા હોય એમ હસી રહ્યા હતા. આયુશા એ હીંમત એકઠી કરી ને તેઓ ને પુછી લીધુ કે તેમને આવી કોઇ ચીસ સંભળાણી કે નહી? જવાબ મા પેલી સ્રીએ કહયૂ કે ના અમે તો અહી ઘણીવાર નીકળીયે છીયે પણ અમને આજે કે એ પેલા કદી કાય સંભળાયુ નથી. એવામં અચાનક આયૂશા ના ફોન માં હનુમાન ચાલીસા વાળી રીંગટોન વાગી અને આયુશા એ ફોન ઉપાડી વાત કરી એટલી વાર માં તો પેલા બંન્ને કયાક ગાયબ પણ થઇ ગયા. આયુશાએ આજુબાજૂ જોયુ પણ કયાય કોઇ દેખાયુ નહિ એટલે અચરજ બની ગાડી સ્ટાર્ટ કરી ને જલ્દીથી ઘર તરફ પ્રયાણ કર્યુ. ઘર નજીક આવતાજ પોતાના એક પરીચીત જેઓ આજ રસ્તે થી રોજ આવતા જતા હતા તેઓ અત્યારે લગ્ન સમારંભ મા ગયા હતા જ્યા મોડુ થવાથી ઘર તરફ જતા હતા ,આયુશા એ તેમને બધી વાત કરી એટલે પેલા સજ્જન અને તેમના પત્ની એ કીધુ કે આ રસ્તે અમાસ ની રાતે આવુ થાય છે અમને પણ ઘણીવાર ચીસ સંળંભળાલી છે અને પેલી સ્રી અને તેના છોકરા ને ઘણીવાર જોયા છે જેઓ આજથીજ્ઞત્રણ વર્ષ પેલા આ સડક પર અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા. પણ તારા ફોનમાં હનુમાન ચાલીસાની રીંગ હતી એટલે તેઓ ભાગી ને અદ્દશ્ય થઇ ગયા અને તને કોઇ નુકશાન ના કરી શકયા. આયુશા ફાટી આંખે તેમને જોઇ રહી તેનુ શરીર પરસેવા થી રેબઝેબ થઇ ગયુ અને પછી ઘરે જઇ ચુપચાપ સુઇ ગઇ ,ડર ના લીધે બે દીવસ સુધી તાવ રહ્યો પણ પછી બધુ રાબેતા મૂજબ થઇ ગયુ.