Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હનુમાન એટલે શ્રી રામના ખાસ ભક્ત..રામના દરેક ફોટા સાથે તેમના ચરણોની પાસે બે હાથ જોડીને બેઠેલ હનુમાનજીનો ફોટો અચુક હોયછે.
હનુમાન સિવાય રામનો ફોટો બિલકુલ ખાલી ખાલી લાગતો હોયછે. આપણા ઘરોની ઉપર કે આપણી અગાસીઓની ઉપર સવારના પહોરમાં આવતા વાંદરોને આપણે જોઇએ છીએ તેઓ પણ એક હનુમાનજીનું જ સ્વરુપ હોયછે. તેમને આપણે કદી પથ્થરથી ભગાડતા નથી, બસ બુમો પાડીને જ આપણે નસાડી મુકીએ છીએ. કારણ કે આપણે તેમનામાં સ્વયંમ હનુમાનનું સ્વરુપ જોઇએ છીએ. એવી આપણી ધર્મ પ્રત્યેની લાગણી છે.
પણ જો કોઇ કઠોર વ્યકતિ વાંદરને મારે અથવા મારી નાખે તો આપણે તેને માફ કરતા નથી.એ આપણી માનવતા છે, આપણી ધાર્મિકતા છે.
પરંતું પરદેશમાં આવા વાંદરો ઉપર કોઇ જ દયા હોતી નથી..તેઓને સખ્ત મારે છે પછી હાથ પગ બાંધે છે ને પછી સળગતી તાપણીમાં શેકે પણ છે. ત્યાર બાદ તેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા હોયછે. કારણકે તેમનામાં હિન્દુ સંસ્કૃતિ હોતી નથી.તેઓ પણ ધાર્મીક હોયછે, પુજા પાઠ કરતા હોયછે. પરંતું તેમના ભગવાન અલગ હોયછે. તેમના ગ્રંથો અલગ હોયછે ને તેમની સંસ્કૃતિ અલગ હોયછે.
કદાચ નીચે આપેલ આ ફોટો જોઇને તમને પણ એક હનુમાન પ્રત્યેની દુ:ખદ લાગણી જરુર થશે કે જેઓ હનુમાનજીને માનતા હશે.
જય હનુમાન....માફ કરજો કે જે લોકો તમને આવી સજા આપી રહ્યાછે....
નોંધ-મારી પાસે તે ફોટો એટલો ખરાબ છે કે તમારી સામે પ્રસ્તુત કરી શકતો નથી..કદાચ તમારી હનુમાન પ્રત્યેની લાગણી દુભાશે.
સોરી..માફ કરશો.

Gujarati Blog by Harshad Patel Pij : 111045711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now