Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *નૂતન વર્ષ*
. *:::::::::::::::::::::*

નૂતનવર્ષ તો દર એક વર્ષે આવે છે,
ચાલો આ નૂતનવર્ષ કઈક ખાસ કરીએ.

ભગવાન પર આસ્થા જગાવીએ,
શ્રદ્ધાના એક દીપકને જગાવીએ,
ચાલો આ નૂતનવર્ષ કઈક ખાસ કરીએ.

મદદ માંગવા આવેલાની મદદ કરીએ,
દુઃખી લોકોનો સાથ દઈ,દુઃખને ઓછું કરીએ.

પડેલા કોઈના અશ્રુને લૂછી દઈએ,
દિલદાર થઈને સાથ આપી દઈએ,
ચાલો આ નૂતનવર્ષ કઈક ખાસ કરીએ.

આકાશેથી જમીન પર આવતા રહીએ,
ધૂળમાં જન્મ છે,ધૂળમાં આપણે સંગે રહીએ,

ક્રોધને નેવે મૂકી આગળ વધતા જઈએ,
પાછળ વાળાને આપણી સાથે કરતા જઈએ,
ચાલો આ નૂતનવર્ષ કઈક ખાસ કરીએ.

ખોટા રસ્તેથી પાછા વળી આવીએ,
સાચા માર્ગે એક વખત જતાં આવીએ,

દિલ મોટું રાખી રહેતા શીખીએ,
ખોટાને બધાને માફ કરતા શીખીએ,
ચાલો આ નૂતનવર્ષ કઈક ખાસ કરીએ.

ઝેરને કાઢીને કાનોમાં અમૃત રાખીએ,
મનમાં રહેલી કડવાશને હવે દૂર રાખીએ,
ચાલો આ નૂતનવર્ષ કઈક ખાસ કરીએ.

પ્રભુનું નામ સાચું,તેને મનમાં યાદ રાખીએ.
ચાલો આ નૂતનવર્ષ કઈક ખાસ કરીએ.


*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111045643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now