આપ સૌને નૂતવર્ષાભિનંદન !
બહુ લોકો એમ પૂછે નવા વર્ષે કે તમે શું સંકલ્પ કર્યો ?
ઘણા લોકો આજ થી નક્કી કરે કે હવે થી તો નિયમિત વોક કરશું ક યોગા કરશું કે જીમ જશું કે મીઠાઈ ફરસાણ બહુ નહિ ખાઈએ કે પછી વહેલાં ઉઠી ને જીવન માં શિસ્ત લાવશું. પણ જ્યાં હજી તો ઠંડી હજી ચમકારો આવે ત્યાં તો બધાં મનોબળ ગાયબ ! બસ, સૌ આરંભે શૂરા !
તો ભાઈ , મેં તો એમ સંકલ્પ કર્યો કે હવે પછી ક્યારેય સંકલ્પ જ ના લેવો. હમેશાં સારા જ કર્મો કરવા એ સંસ્કાર તો ગળથૂથી માં મળેલાં છે જ, તો હળવા થઈ ને જીવો ને સાહેબ ! કારણ કે સ્વભાવ મુજબ સંકલ્પ નો પણ ભાર લાગે છે, જો નક્કી કરેલું ના કરી શકીએ તો !! સાચી વાત ને !
સૌ નવા વર્ષ માં મસ્ત રહો , આનંદ માં રહો એ જ શુભેચ્છા !