@@@ સરદાર ગીત...
અસરદાર જેની વાત,
લાલ લાડબાઈ માત,
દૂર કરી કાળી રાત,
ધન્ય તને સરદાર...(૨)
સિંહ જેવી છાતી,હિંમત ના સમાતી,
સ્વપ્નો એના પ્રભાતી,જગમાં છે એની ખ્યાતિ...(૨)
લોક પ્રેમની છે ઢાલ,
વતન થી એને વ્હાલ,
જીવન પર ના કોઈ સવાલ.
ધન્ય તને સરદાર...(૨)
બનાવ્યું એક ભારત,રચી એકતા ઇમારત,
હતો અલગ એનો વટ,સૌને કર્યા એક મત...(૨)
હિમાલય સમ ભાલ,
આંખો માં એની જવાલ,
ચરણ લાવતા ભુચાલ.
ધન્ય તને સરદાર...(૨)
હતું ગદ્દારો થી વેર,ખાળવાને કાળો કેર.
મિટાવવા અંધેર,તાંણી હતી તે સમશેર...(૨)
સુધારવાને કાલ,
રચી એવી એને જાલ,
દુશ્મનો ની ખેંચી ખાલ
ધન્ય તને સરદાર...(૨)
હતા સામે પડકારો,છતાં ચાલ્યો એકધારો,
અંતે સાંપડ્યો કિનારો,બની ગયો સૌનો પ્યારો...(૨)
વીતી ચૂક્યા ઘણા સાલ,
ગવાય એના સૂર તાલ,
અનુરાગના કોઈ મલાલ.
ધન્ય તને સરદાર...(૨)
ધન્ય તને સરદાર...(૨)
By:- અલ્કેશ ચાવડા "અનુરાગ"