English Quote in Blog by Deny..

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવસ રાત હવે બસ એક જ વિચાર આવતો કે લગ્ન કઇ રીતે કરીશુ...

એક સાઇડ એને મે પ્રોમીસ કયૃ હતુ કે સારી રીતે એન્જીનીયરીંગ પુરુ કરીશ.. અને તમે નઈ માનો કે જે છોકરાની સ્કુલ લાઇફ માં કોઇ જ વેલ્યૂ ન હતી એ છોકરા એ આ છોકરી ના એક જ પ્રોમીશ ને નિભાવવા માટે બધા જ સેમેસ્ટર માં આખી કોલેજ માં બધી જ ફિલ્ડ નાં સ્ટૂડન્ટ માં 1 થી 3 માં જ રેન્ક મેળવ્યો હતો..

હા અત્યારે આ સ્ટોરી હુ જે જગ્યા એ બેસીને લખુ છુ તે જગ્યા એ હુ ગવૅ અનુભવુ છુ.. કારણ કે જે કંપની માં નોકરી કરવાનુ મારુ સપનુ હતુ આજે એ જ કંપની માં બેસીને આ સ્ટોરી લખુ છુ..

અને આ બધા સપના પુરા થયાની પાછળ આ છોકરી નો જ હાથ છે... એટલે એનુ આ અહેસાન હૂ કોઇ દિવસ ભુલાવી નઈ શકુ..

એ છોકરી પણ B. Sc. કરતી હતી.. ભણવામાં એ મારા કરતાં પણ હોશિયાર હતી.. પણ જ્યાર થી એને માતા પિતા નથી એવુ ખબર પડ્યુ ત્યારથી એનુ મન ભણવામાં થી ઊઠી ગયુ હતુ... બસ ફક્ત મને મળવા માટે જ આવતી.... એ ઘરે જાય એટલે મારુ મન એનામાં જ હોય.. કારણ કે એને જે મમ્મી ની રિતે અત્યાર સુધી રાખતા હતા એ એના સાથે કોઇ દિવસ સારી રીતે રહેતા જ ન હતા...

એક સાઇડ મને દુખ થતચ હતુ કે મમ્મી પપ્પા ને ખબર નથી અને હુ આ વસ્તુ કરુ છુ.. પણ મારી ઇચ્છા બસ એટલી જ હતી કે એને જે માતા પિતા નો પપ્રેમ એના ઘરે ન મળ્યો એ એને મારા માતા પિતા તરફ થી અપાવિશ... એટલે સારુ પણ લાગતુ હતુ..

હવે મારુ ડિપ્લોમા પુરુ થઇ ગયુ હતુ મે ગુજરાત ની બધી જ કોલેજ માં 9 મો ક્રમ મેળવ્યો હતો.. પણ મારે હવે નોકરી કરવી હતી.. કારણ કે એને મારે કોઇ પણ રીતે ઘરે લાવવાની હતી.. પણ એક સાઇડ કોલેજ નાં પ્રોફેસર લોકો મને નોકરી કરવાની ના પાડતા હતા...એ લોકો મારી આગળની સ્ટડી માટે બધી જ ફિઝ આપવા માટે પણ તૈયાર થઇ ગયા હતા પણ મારે નોકરી જ કરવી હતી...

પણ છેલ્લે પાપા ના કહેવા પર મે આગળ ડિગ્રી માટે ફોમૅ ભરી દિધુ અને ભરુચ ની સરકારી કોલેજ માં એડમીશન લઈ લીધુ...

પણ હજી નોકરી તો ભણવાની સાથે કરવીજ હતી...



આગળ નુ આવતી કાલે...... ???

English Blog by Deny.. : 111042206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now