#Loveyoumummy ...
મોઢે બોલું મા, સાચેય નાનક સાંભરે,
મોટપની મજા મને કડવી લાગે કાગડા..
વ્હાલી મા....
તું એક જ એવી વ્યક્તિ છે જેની પાસે મને હમેશા નાનું થવું ગમે. ઉંમર સાથે મારી સમજદારી ભલે વધે પણ તારી પાસે તો મને અણસમજુ થવું જ ગમે. તારી લાગેલી એક થપ્પડ મારી ગોળ રોટલી માટે કારણભૂત છે. તારો ગુસ્સો આજે સફળ થયો કારણ કે હું પરિપૂર્ણ થઈ તો તારા લીધે જ. હું સુખ, શાંતિ, સંતોષ નો સંસાર માણી ને જીવી રહી છું એનું એકમાત્ર કારણ તું છે. ગમે એટલી મોટી થઉં તારી આંખો મા એ વ્હાલ તો હજુ ત્યાં જ અટક્યું છે જ્યારે હું બાળક હતી. મા પાપા નું કોમ્બિનેશન જ હોય નહીં પપ્પા ગુસ્સો કરે ત્યારે બચાવનાર મા વિરાંગના જ લાગે. તું મારા માટે એક વિરાંગના, દયાવાન, હા ક્યારેક હિટલર પણ, ને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હમેશા છે ને રહીશ....
Love u so much....