એ છે આ હૃદય ની તૃષ્ણા...!
એટલે જ,
મારું મન હંમેશા એને જ તરસે છે...!!!
એ છે મારા લલાટે રમતી એક લટ...!
એટલે જ,
મારા લલાટ ની બિન્દી ચમકે છે...!!!
એ છે મારા ગળા નો હાર...!
એટલે જ,
મારું ગળું સુંદર સુશોભિત છે...!!!
એ છે મારા હાથ ની બંગડી...!
એટલે જ,
મારા હાથ અનેરા રણકે છે...!!!
એ છે મારી કેડ નો કંદોરો...
એટલે જ,
મારી કેડ આમ લચકે છે...!!!
એ છે મારા પગ ની પાયલ...!
એટલે જ,
મારા પગ માં સુમધુર ઝણકે છે...!!!
એ છે મારી પૂર્ણતા નું કારણ...!
એટલે જ,
મારું જીવન પૂર્ણ બની દમકે છે...!!!
એ જ છે મારા અવિરત ચાલતા શ્વાસ...!
એટલે જ,
મારું હૃદય એનાથી જ ધબકે છે...!!!