મને એ જ સમજાતું નથી કે શાને આવુ થાય છે...
ફૂલડાઓ ડૂબી જતાં ને પથરાઓ તરી જાય છે...
દેવડીએ દંડાય છે ચોર મુઠી જાર ના , ને લાખ ખાંડી લૂંટનાર મહેફીલે મંડાય છે...
મને એ જ સમજાતું નથી કે શાને આવુ થાય છે...
નથી ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું , ને અમીરોની કબરો પર ઘી ના દિવા થાય છે...
મને એ જ સમજાતું નથી કે શાને આવુ થાય છે...
નથી કામધેનુને ઘાસનું સુકુ તણખલું , ને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે...
મને એ જ સમજાતું નથી કે શાને આવુ થાય છે...