. *પાવન*
. ::::::::::::
ભગવાનની સાચી નિષ્ઠાથી પાવન થવાય,
ભક્તિ ના કરો સાચી તો કેમ પાવન થવાય.
મંઝિલ પર હમેશાં જાણી જોઈને ચલાય,
પોતાના આડો પગ કરે તો કેમ રસ્તો લેવાય.
ભગવાનની સામે શ્રદ્ધા થી જવાય,
સામું ના જોવે ભગવાન તો કેમ પાવન થવાય.
અગ્નિમાં શેકાવા માટે જન્મ લેવાય,
કોઈનું ખરાબ કરીએ તો કેમ પાવન થવાય.
રસ્તા પરથી ક્યારેક ક્યારેક પાછું વળી જવાય,
કોઈક વચ્ચેથી પાછા વળાવી જાય તો શું કરાઈ.
સાચી ભક્તિ કરવાથી ભગવાન દુઃખી કરે,
દુનિયામાં કોણ સુખ આપવાનું સબૂત આપે.
ભગવાનની સાચી નિષ્ઠાથી પાવન થવાય,
ભક્તિ ના કરો સાચી તો કેમ પાવન થવાય.
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
ચલાલા
TRUST ON GOD