. *જીદ*
. ~::::::::::::::::::~
આકાશને હવે મારા પગમાં જુકાવવાની જીદ છે
ઠોકરો ખાય ખાય મંઝિલ સુધી પહોચવાની જીદ છે
નાના નાના કામો ગમતા નથી મને હવે
મોટા મોટા કામો કરવાની જીદ છે
એહસાન લેવા ગમતા નથી મને હવે
વાવાઝોડા સાથે ટકરાવવાની જીદ છે
સપના જોઈને ગભરાઈ જાય જે
એ સપના સાકાર કરવાની જીદ છે
ગભરાઈ હારીને બેસી જાય છે જ્યાં જે
તેમને પણ જીત અપાવવાની જીદ છે
ચંદ્રની જેમ ચમકતું નથી બનવું મારે
બધાના દિલમાં જગ્યા કરવાની જીદ છે
આકાશને હવે મારા પગમાં જુકાવવાની જીદ છે
ઠોકરો ખાય ખાય મંઝિલ સુધી પહોચવાની જીદ છે
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
_ધવલ રાવલ_
*TRUST ON GOD*