English Quote in Shayri by Dr Darshita Babubhai Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

My poem in Gujarat સમાચાર purti

નજર

સૂર્ય , ચંદ્ર, તારા, પશુ, પંખી,
જડ-ચેતન તને જોઇ શકે ,
પણ જે તને જોવા ઝંખે ,
તેની નજર તરસતી રહે .

જાણ્યા અજાણ્યા, મિત્ર-શત્રુ,
જોયેલા ના જોયેલા તને સાંભળી શકે ,
પણ જે તને સાંભળવા ઇચ્છે ,
તેના કાન તરસતા રહે .

પોતાના-પારકા, સ્થિર અસ્થિર ,
આલતુ ફાલતુ તને અડી શકે ,
પણ જે તારો સ્પર્શ ચાહે ,
તે જીવનભર તરસતું રહે .

કુદરતની આ કેવી લીલા ,
કે પ્રેમમાં તરસતા રહેવાનું ,
રાધા ને મીરાની વાત ના થાય ,
માનવી જીંદગીથી હાથ ધોઇ નાખે છે.

English Shayri by Dr Darshita Babubhai Shah : 111039235
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now