*"માનવીની તાકાત નહીં"*
----------------------------
પક્ષી બનાવે માળો,
માનવી પણ બનાવે બંગલો,
તો પછી એ બે માં ભેદ શું ?
પક્ષી પ્રતિવર્ષ બનાવે નવો માળો,
*માનવીની એ તાકાત નહીં.....(1)*
પક્ષી પ્રેમથી બચ્ચાં જણે;
માનવીનો પણ એજ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
પાંખો ફૂટે,પક્ષી બંધનમુક્ત થાય,
*માનવીની એ તાકાત નહીં.....(2)*
નિજ શિશુ કાજ પક્ષી કણ કણ ભેગા કરે,
માનવી નો પણ એજ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
કણ પણ માળે શોધ્યો ના જડે,
*માનવીની એ તાકાત નહીં.....(3)*
પેટ કાજે પક્ષીઓ દેશાવર ઉડે,
માનવીનો પણ એ જ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
કણ મળે સંતુષ્ટ પક્ષીઓ આનંદે ઝૂમે,
*માનવીની એ તાકાત નહીં.....(4)*
જીવનના અંતે પક્ષી મરે,
માનવી પણ મૃત્યુથી ડરે,
તો પછી એ બે માં ભેદ શું ?
પક્ષી મૃત્યુનો ક્યાંય કકળાટ નહીં,
*માનવીની એ તાકાત નહીં.....(5)*