મનીયો : તમે રોજ તો સાફ-સફાઈ કરાવો છો અને વષ્ર્ામાં એકવાર પુરી દુકાનની સાફ-સફાઈ કરાવો છો.
શેઠજી : તો
મનીયો : શેઠજી મારી દાદી આજ સવારમાં સવારમાં મારી માને કહેતી હતી કે, ઘરની સાફ સફાઈ નહિ કરો તો ચાલશે, પણ મનની સાફ સફાઈ કરવી બહુ જરૂરી છે.
શેઠજી : મનીયા તારી દાદીએ જરાય ખોટું કહયું નથી.
મનીયો : શેઠજી તો તમે પણ મનની સાફ સફાઈ કરો ત્યારે મારા આખા વષ્ર્ાની બધી ભુલોને માફ કરી દેજો.
શેઠજી : મોંહ મરોડીને બોલ્યા, હા ઠીક છે, કામ કર પહેલાં
મનીયો : મનમાં જ બોલ્યો, મને નથી લાગતું શેઠજી મને માફ કરશે.
શેઠજી : મનીયા આજ દુકાનની સાફ સફાઈ થઈ જાય એટલે આવતી કાલે લક્ષમીપુજન છે એ તો યાદ છે ને ?
મનીયો : હા શેઠજી એ કયાંથી ભુલાય દર લક્ષમીપુજને તમને પગે લાગીને આશીવર્ાદ લેવાનો મોકો મળે છે.
શેઠજી : (સાંજ પડતાં) મનીયા ઘરે જાતા પહેલાં મને મળીને જજે...
મનીયો : શેઠજી કામ પુરુ થયું છે અને હું નીકળી રહયો છું.
શેઠજી : તો આ બોકસ લેતો જા.
મનીયો: બોકસને જોતાં બોલ્યો, શેઠજી આટલું મોટું બોકસ ? શું છે આમાં બોલતાં બોલતાં બોકસ ખોલ્યું, તેની આંખો પહોળી થઈ ગઈ. તે મંદિર સાફ કરતાં શેઠજી ને પાછળથી બથમંા લેતા રડી પડયો.....
શેઠજી: ઉચ્ચા અવાજે મજાકમાં બોલ્યા, મનીયા તમે માફ કયર્ો તો પણ રડવાનું
મનીયો : રડતાં રડતાં બોલ્યો, શેઠજી આટલું બધું....
શેઠજી : મનીયા મારે એક દિકરો છે અને તું પણ મારા દિકરા બરાબર છે તો હું મારા દિકરાને લઈ આપું એટલું તને ૫ણ આપી શકું ?
મનીયો શેઠજીને ભેટીને રડી પડયો....
આ સંવાદ એટલે ખરી દિવાળી શેઠ અને નોકરનો જયાં ભેદ-ભાવ ના હોય ત્યાં તો લક્ષ્મી પણ રાજી થઈ ને રહે...