શુપ્રભાત MB પરીવાર.. :)
બવ વખત પહેલાં ક્યાંક વાંચ્યું હતું ક્યાં એ યાદ નથી પણ થયુ કે જેટલુ યાદ છે એટલું લખી દવ..
તમે ખોટું (કોને) (ક્યારે) અને (કઈ હદે) કહો છો એ વાત નું ખાસ ધ્યાન રાખવું..
કારણ કે તમે સામા વ્યક્તિ ને જેટલો મૂર્ખ ગણો છો એ એટલો મૂર્ખ ન પણ હોય બસ મુર્ખ બનવા નો ઢોંગ કરતો હોય વાસ્તવમાં એ કદાચ તમારા કરતા બે ડગલાં આગળ પણ હોય..
અમુક માણસો ખરેખર મૂર્ખ હોય છે અને અમુક માણસો વધુ હોશીયાર પણ હોય છે.. અેમા પણ બે પ્રકારના માણસો છે 1) લાગણીશીલ 2) અત્યંત લાગણીશીલ
દાત: જ્યારે તમે કોઈ વ્યક્તિ ને ખોટું બોલો છો ત્યારે એ વ્યક્તિ જો તમારી વાત સંપુર્ણ સાંભળી લે તો એ લાગણીશીલ.. પણ જે અત્યંત લાગણીશીલ વ્યક્તિ હોય ને એ તમારી વાત ત્યાં જ અટકાવી દેશે.. તમારી વાત કાપી નાખશે.. એનો અર્થ એ નથી કે એ વ્યક્તિ એ તમારી વાત માની લીધી છે.. પણ એનો અર્થ એ છે કે એ વધું ખોટું સાંભળીને દુઃખી થવા ન પણ માંગતો હોય..
એટલે એવું માની લો લેવું કે તમે સામા વ્યક્તિ ને મૂર્ખ બનાવી દીધા છે..
સાહેબ બને ત્યાં સુધી ખોટું બોલો જ નહીં પણ જો કોઈ પણ સબંધ ટકાવવા માટે ખોટું બોલવું પડે ને તો ઓછામાં ઓછું 2 વાર વિચારી જોવું કે હું (કોને) (ક્યારે) અને (કઈ હદે) ખોટું બોલી રહ્યો છું..
કંઈક ખોટું લખાય ગયુ હોય તો ક્ષમા અને તમે સૌ પણ પોતપોતાના વિચારો વ્યક્ત કરી શકો છો.. :)