માહોલ છે ખુશીઓ નો,
તો ઉદાસી કેમ કળાય છે ?
ચોતરફ મહેરામણ દીસે ,
આમ એકલું કેમ જણાય છે ?
સ્વપ્નમાં જે સાચવી સ્મૃતિ,
નજર સમક્ષ કેમ ભળાય છે ?
પવન લાવે જો યાદો ખેંચી ,
દિલ મજબૂર કેમ તણાય છે ?
પ્રીત કરે આ નાદાન દિલ,
તન દીવાલે કેમ ચણાય છે ?
ચાલ્યા હશો તમેજ અહીંથી ,
એ મહેંકથી જ દીવાલ તરડાઇ છે!!!!!!
જાગૃતિ રાઠોડ.