' લગ્ન જીવન કોને કહેશો?
જીવનસાથી માટે મોડી રાત સુધી જમવાની રાહ જોવી,
તેના એક એક સંકતો ને શબ્દ નું સ્વરૂપ આપવું,
'તું' અને 'હું' નહીં પરંતુ ' આપણું' ની ભાવના
તબિયત સારી ના હોય ત્યારે, એનું માથું ખોળામાં લઈ,
આખી રાત જાગવું.......
નાની નાની વાતો માં એક બીજા સાથે તકરાર કરવી,
પછી પ્રેમ થી કહેવું હવે,બીજી વાર નહીં કરું માફ કરી દે..........
ગમે એવી પરિસ્થિતિ માં એમ કહેવું, ચિંતા ના કર હું છું ને તારી સાથે....
લગ્ન જીવન કોને કહેશો...........