Gujarati Quote in Blog by HARDIK RAVAL

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાત્મા ગાંધી મારી દ્રષ્ટિ એ..!
#MKGANDHI

“ગાંધી : સત્ય, અહિંસા અને કરૂણા”

ગાંધી એટલે ખરા અર્થમાં વૈષ્ણવજન. નરસિંહ મેહતાના વૈષ્ણવજનની પંક્તિઓ મને ગાંધીમાં સાર્થક થતી લાગે. દક્ષિણ આફ્રિકામાં મોહનદાસને ટ્રેનના ફસ્ટ ક્લાસમાંથી નીચે ઉતારવામાં આવ્યા ત્યારે તેમનામાં ઉદભવેલી પીડા પોતીકી ન્હોતી. ભારતભરની પીડા પીટરમેરીટ્ઝબર્ગનાં સ્ટેશનમાં ઝંકૃત થયેલી. આ પીડા એટલે મોહન્દાસથી મહાત્મા સુધીની યાત્રા.
બેરીસ્તારની સાથે સત્યના હિમાયતી હોવું એ દુર્લભ લાગે, ને છતાં આ દુર્લબહતાનું શ્રેય બીરીસ્તર ગાંધીને આપવું રહ્યું. વસ્ત્ર નહિ વ્યક્તિત્વ મહત્વનું, એવું એમના એકવડિયા શ્રી પરની ધોતિએ બતાવી આપ્યું. અહિંસાની તલવાર વડે અંગ્રેજોની બંધુકના નાળચા બંધ કરી જાણનાર ગાંધીએ ચપટીક મીઠાથી બ્રિટિશ સામ્રાજ્યની બુલંદ ઈમારતના પાયા હચમચાવી મૂક્યા.
સત્ય અહિંસા અને કરુણા શબ્દને જીવી જાણનારા રાષ્ટ્રપિતા ગાંધીને તેમની ૧૫૦ મી જન્મ જયંતિએ સાદર પ્રણામ.

Gujarati Blog by HARDIK RAVAL : 111035732
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now