મને વધારે પડતું શબ્દો શણગારી ને બોલતા લોકો ક્યારેય સમજાયા જ નથી... ઘણી વાર અમુક વધારે પડતું માન કાતો વધારે પડતા friendly ઘણી વાર મને વિચારતી કરી દે.. મને સહજ માણસો સમજાય.. જે છે તે છે.. કોઈ આડબર નહિ... ગુસ્સો તો મોં પર.. હાસ્ય તો ચહેરા પર..જેવા છો એવા દેખાવ... આવડી મોટી દુનિયા માં 2 4 માણસો મને પસંદ ન કરે તો કઈ ખાસ ફેર ના પડે... બધા ને ખુશ કરતા ના ફરી શકીએ... હું એમ નહિ કહું કે બધા ની લાગણી ને hurt કરો કે મોઢા પર બોલી ને દુઃખ લગાડીએ... પણ એક વાત કહીશ કે લોકો ને તમને real જોવા ગમશે... so જેવા છો એવા રહો ને સાથે સાથે પોતાના પર કામ કરી ને વધુ સારું વ્યક્તિત્વ બહાર લાવીએ... #પોતે પોતાનું મુલ્યાંકન કરીએ...