આવને ગાંધી
આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
ચડયા છીએ અવળા રસ્તે ,સાચી રાહ બતાવને!!!
તારા સત્ય,અહિંસા,અપરિગ્રહના મૂલ્યોને,
અવમૂલ્યન કરી દીધાં છે અમે!!!
આવને ગાંધી આ મૂલ્યોને ફરી મૂલ્યવાન બનાવને!!
આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
ચડયા છીએ અવળા રસ્તે ,સાચી રાહ બતાવને!!!....
તેં આપેલાં ખાદી ને સત્યાગ્રહનો અર્થ થાય છે અહી ઉંધો!!!
આવને ખાદી ને સત્યાગ્રહનો સાચો અર્થ કરી બતાવને !!
આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
ચડયા છીએ અવળા રસ્તે ,સાચી રાહ બતાવને!!!.....
તેં સત્ય,અહિંસાથી દેશને કર્યો છે આઝાદ!!!
આવને ફરીવાર આ દેશને કૂબંદીઓ,દંભ-દેખાડાથી
ફરી કરને આઝાદ!!!
આવને ગાંધી સાચી રાહ બતાવને!!!
ચડયા છીએ અવળા રસ્તે ,સાચી રાહ બતાવને!!!......
-mahender