Gujarati Quote in Story by Priyanka

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધક્કો

આખરે એ દિવસ આવ્યો જેની મેઘાએ ઘણા દિવસો થી રાહ જોઈ હતી.લગ્ન પછી આગળ ભણવાની તેની ધગશ જોઈ તેના પતિ મલ્હારએ તેને પોસ્ટ ગ્રેજ્યુએટ થવા બધી રીતે ઘણો સાથ આપ્યો. આખરે ત્રણ વર્ષ ના અંતરાલ પછી પણ, એક બાળક ની અને ઘર ની સંપૂર્ણ જવાબદારી હોવા છત્તા મેઘા ખૂબ મહેનત અને લગન થી ભણતર મા પરોવાઈ ગઈ.
જેમ પરિક્ષા નજીક આવતી ગઈ તેમ મેઘા પુસ્તકો વચ્ચે અટવાતી ગઈ જેથી અમુક વખત ઘરકામ માટે સાસુ વહુ વચ્ચે કજિયો કંકાસ થતો.મલ્હાર તરફ થી એને પૂરી સાંત્વના અને સાથ બેય મળતા પણ છતાં એની ચિંતા જેમ ની તેમ રહી. મેઘા ના સસરા પ્રમોદભાઈને સમાજ માં પોતાની શાખ બેસાડવા તક મા હતા જ જે મેઘા ના ભણતર ની ઈચ્છા જાણી વધુ ને વધુ સક્રિય બનતી ગઈ. યુનિવર્સિટી મા પ્રમોદભાઈ ની ખાસ્સી એવી ઓળખાણ પણ હતી જેનો ઉપયોગ તેઓ મેઘાને પરિક્ષા મા સારા અંક પ્રાપ્ત થાય એ માટે કરવા ઈચ્છતા હતા.
પરિક્ષા ના અમુક દિવસો પહેલાની એક  સાંજ ના વખત ની વાત છે.

પ્રમોદભાઈ : મેઘાવહુ આપણે જોશી સાહેબ ને મળવા જવાનું છે. તેઓ તેને પરિક્ષા માટે માર્ગદર્શન આપશે અને તારી પણ ઓળખાણ થયેલી હશે તો પરીક્ષાખંડમાં તેને કોઈ બાબતની તકલીફ નહિ પડે.

મેઘા: પપ્પા આપણે માર્ગદર્શન માટે જઈએ એ તો સારી વાત છે પણ હું પરીક્ષાખંડ ની વાત સમજી નહીં.

પ્રમોદભાઈ: જો વહુબેટા, તમારે થાય એટલું ભણવાનું અને પરિક્ષા મા લખવાનું બાકી માર્ક્સ ની ચિંતા કરવાની નથી. એનો નિવેડો જોશી સાહેબ લાવી દેશે.

મેઘા: (આંખો મા આંસુ સાથે)પણ પપ્પા આ તો ખોટું કહેવાય, મેં આજ દિન સુધી પરિક્ષા મા ચોરી નથી કરી અને હંમેશા પ્રમાણિકતા થી જ પરિક્ષા આપી છે. આ મારા થી નહિ થાય. માર્ક્સ જે આવે તે મને મંજૂર રહેશે પણ આવું કરવું મારા સિધ્ધાંતો વિરુદ્ધ છે પપ્પા.

પ્રમોદભાઈ : આવી પોકળ ગાંધીવાદી વાતો ત્યાં ના કરતી. ત્યાં જવાનું જ છે આપણે.

મેઘા પરાણે એમની સાથે જાય છે. રાત્રે મલ્હાર સાથે આ બાબતે વાત કરે છે ત્યારે મલ્હાર પણ પ્રમોદભાઈ ના કિધેલ શબ્દો જ ઉચ્ચારે છે.મેઘા નું મન ઘણું વ્યથિત થઈ જાય છે.

પરિક્ષા ના દિવસે પ્રમોદભાઈ મેઘાને કડક અને ચોખ્ખા શબ્દો માં કહે છે કે એને જોશી સાહેબ ના કહેવા મુજબ દરેક ઉત્તરવહીમાં નિશાની મૂકવાની છે જેથી એના પેપર ની ઓળખાણ મળી રહે. મેઘા મૂક સહમતી આપી પરિક્ષા આપવા નીકળી જાય છે.

ગમે તે રીતે પણ દગાખોરી થી પાસ થઈ સારા અંક પ્રાપ્ત કરવું મેઘા ને મંજુર નહોતું જ પણ સમી બાજુ સસરા નો કડક આદેશ હતો. અંતે મેઘા પોતાના વિવેક નું સાંભળી એના સિદ્ધાંતો પર કાયમ રહેવાનું નક્કી કરે છે અને ઉત્તરવહીમાં મા કોઈ નિશાની નથી મૂકતી.

આખરે એ દિવસ આવી ગયો જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. કોઈ પોતાની મહેનત નું પરિણામ જાણવા તો કોઈ પોતાની શાખ છે એ વાત નો અહમ્ સંતોષવા.

મેઘા ખૂબ સરસ અંકો થી ઉત્તિર્ણ થઈ. તેના પિયર તરફ તેને ખૂબ ખૂબ વધામણાં મળ્યા અને સાસરી પક્ષે પણ પ્રમોદભાઈ ની ધાક ની વાહવાહ થઈ. સત્ય શું છે એ તો ફક્ત મેઘા જ જાણતી હતી.

રાત્રે મલ્હાર ઓફિસ થી ઘરે આવતા મેઘા માટે ખૂબ સરસ ગિફ્ટ આપે છે અને કહે છે ' ખૂબ ખૂબ અભિનંદન મેઘા. આખરે પપ્પા ની ધાક ના ધક્કે પાસ થઈ ગઈ.'

Gujarati Story by Priyanka : 111035100
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now