Gujarati Quote in Shayri by Sneh Parmar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

ચાલ જિંદગી થોડું જીવી લઇએ
ચાલ જિંદગી થોડું જીવી લઇએ,
મોત દરવાજે દસ્તક દે એ પહેલાં એને થોડું પજવી લઇએ,

કહેવું છે ઘણું કોઇને, સાંભળવું છે ઘણું કોઇનું,
ફરી સમય મળે ના મળે ફરી કોઇને મળી લઇએ,
ચાલ જિંદગી થોડું જીવી લઇએ.......

અરમાનો કંઇક કેટલાય અધુરા મનમાં,
રહ્યા કો’ક નાં અરમાનો જ પૂરા કરવામાં,
હવે ખુદનાં સપનાને પણ થોડાં થોડાં માણી લઇએ,
ચાલ જિંદગી થોડું જીવી લઇએ.......

જિંદગી તારો વિકલ્પ મૃત્યુ, પણ મૃત્યુનો તો કોઇ વિકલ્પ જ નઈ,
રોજ મરી મરીને જીવવા કરતાં, એકવાર ખુલીને જીવી લઇએ....
ચાલ જિંદગી થોડું જીવી લઇએ.......

જિંદગી તારો થાક લાગે છે, આ ભાર સાથે જિવાય નઈ,
કોઇનાં માથે અમથાં ભાર થઈને રહેવાય નઈ,
ચાલ હવે મોતનાં ખોળે માથું નાંખી દઇએ......
ચાલ જિંદગી થોડું જીવી લઇએ.......

... સ્નેહ ...

Gujarati Shayri by Sneh Parmar : 111034789
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now