. *શ્રાદ્ધ*
~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
ભાદરવામાં કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ પક્ષ આવે છે
પિતૃને જમાડી આપીને નર સંતોષ પામતો હોય છે
મૃત્યુના ખોળામાં બેસીને જતા હોય છે
પુત્ર પૌત્રના હાથેથી લઈ સુખ પામતા હોય છે
*સૂર્ય રુદ્ર વિષ્ણુ, ત્રણ કહેવાય શ્રાદ્ધના દેવતા*
*સંતોષ જ્યારે આ થાય તો પિતૃ મુક્ત થાય છે*
વિશ્વાસ રાખી કરે *શ્રાદ્ધ* , ઘર સુખી થઈ જાય
સન્માન ને પ્રેમના બદલે ત્યાં સુખનો પ્રસાદ થઈ જાય
મૃત્યુને પામેલા હંમેશા સુખ કરી જાય છે
મૃત્યુને પામેલા હંમેશા યાદોમાં રહી જાય છે
જીવન જીવતા ત્યારે કિંમત થતી નથી
મર્યા પછી સૌ વંચિત થઈ જતાં હોય છે
જીવતે જી માન નહિ,તેમનું *શ્રાદ્ધ* ગડબડ છે
જીવતે જી સન્માન જ એક સ્નેહ પ્રેમનું પ્રતીક છે
વચન અને કર્મ ભાવ થી પર્વ મનાવવાનો છે
વિધિથી પિતૃને આપી, ફરજ આપડી નિભાવાની છે
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
. ધવલ રાવલ
TRUST ON GOD