#Kavyotsav
સાદગી
એના ચહેરા પર ચમક અનેરી
એને સાદગી પસંદ હતી,
એ હતી રૂપની રાણી
અભિમાનથી દૂર દૂર હતી,
લોકો કરતા મોજ શોખ
એ ભણવામાં મશગૂલ હતી,
વસતી હતો ઘણાના દિલમાં
પણ મારી પહેલી પસંદ એ હતી,
વાણી વર્તનના આછકલા વેડાથી
એ ને ઘણી પરહેજ હતી,
હતી ધનિક ઘરની છોકરી
છતાં ગરીબની હાલતથી વાકેફ હતી,
એની પ્રતિભા આગળ બીજાના
રૂપ યૌવનને ઝાંખપ આવતી હતી,
પ્રેમમાં ઘડતી એ નિયમ
એના મન માબાપ ની ઇજ્જત વ્હાલી હતી,
દિવ્યેશ એની સાદગી પર ઓવારી ગયા,
મારા દિલમાં એની જ ચાહત વસતી હતી...
@Dc