#કાવ્યોત્સવ
ગરમ ગુસ્સાને ઠંઠેરીને લડી લેવાની મોસમ આવી
આ ઠંડીમાં ઠુઠવાઈને ઠરી લેવાની મોસમ આવી
હોઠ ગુલાબી,ગાલ ગુલાબી રેશમ જેવા કોમળ લાગે
ધૂમમ્સ માફક અંધારામાં અડી લેવાની મોસમ આવી
આમ ભલે ને એકમેકને દૂર દૂરથી આપે જોયા કરતા
પણ ઠંડા નેણે એકમેકમાં પડી લેવાની મોસમ આવી
રૂપ તમારું ચમકીલી ઓલી પૂનમની રાત સમું છેp
અંધારની બુકાની પહેરી નડી લેવાની મોસમ આવી
હવે ખોલો દિલ દરવાજા,સેવક આપનો બહાર ઉભો છે
પછી ખેંચો હાથ મારો આ મળી લેવાની મોસમ આવી
-સાગર