બહુ થઈ ગયું ' Ro ' નું પાણી ,
એકવાર માટલાનું પાણી પી તો જો ...
બહુ થઈ ગયું ' AC ' માં સુવાનું ,
મીઠા લીમડાની છાંયામાં સૂઈ તો જો ...
બહુ થઈ ગયું' USE ' & ' throw ' વાપરવાનું ,
એકવાર ' રિયુઝ ' કરી તો જો ...
બહુ થઈ ગયું સિનેમામાં પીક્ચર જોવાનું ,
ગલીઓમાં નાટક ભજવીને તો જો ...
બહુ થઈ ગયું બંધનમાં જીવવાનું ,
એકવાર પંખીની જેમ ઉડીને તો જો ...