#કાવ્યોત્સવ #kavyotsav
એવાય કેટલાક ભાઈબંધો છે,
———————————————
મને કાઈ થાય તો દુનિયા હલાવી નાખે, એવાય કેટલાક ભાઈબંધો છે,
યમરાજને હરાવી દઈ પણ પાછો મુકાવે, એવાય કેટલાક ભાઈબંધો છે,
સુખમાં તો અમે લોકો આખી ગેંગ બની દુનિયાને દરેક રંગોમાં માણીયે,
દુઃખના સમયે દીવાલ બનીને ઉભા હોય, એવાય કેટલાક ભાઈબંધો છે,
હું તો ક્યાં કદી પડ્યો છું પ્રેમના જુઠ્ઠા ચક્કરોમાં, ને દગો મળ્યો હોય,
મારા માટે એને માંડવામાંથી પણ ઉઠાવે, એવાય કેટલાક ભાઈબંધો છે,
ક્યારેય સંજોગ તો નથી જ થયા સર્જનહાર સાથે લડી ઝગડી લેવાના,
એમાંય મને હારવા કોઈ હાલમાં ન જ દે, એવાય કેટલાક ભાઈબંધો છે,
સત્યને જાણ્યા બાદ મોત સાથેનો છેલ્લો ભેટો મને પણ મંજુર જ છે,
બાકી યમરાજને હરાવી પાછો મુકાવે, એવાય કેટલાક ભાઈબંધો છે,
~ સુલતાન સિંહ ‘જીવન’