Gujarati Quote in Shayri by Dimpal Kapadiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.



*એક વૃક્ષનો વીમો*

આજે ગઈ’તી હું એલઆઈસીની ઑફિસમાં,
ઇન્સ્યોરન્સ લેવા, મારા પ્રિય ઝાડનું!
દેખાય આશ્ચર્ય ઓફિસરની આંખ મહી...
પૂછેઃ ‘ઇન્સ્યોરન્સ? એક ઝાડનું?’
 
પણ, એ માત્ર વૃક્ષ નથી,
વૃક્ષ રૂપે અવતરેલ ઋષી છે. 
સ્વજન છે મારું...
એનો વીમો તો ઉતરાવાયને?
ચક્રવાત, વરસાદમાં એને કાંઈ થઈ જાય તો?
 
ઓફિસર પૂછે વીમાની કિંમત...
 
કરો સરવાળોઃ
રોજ સવારે એનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા સૂર્યનાં કિરણો દ્વારા મારા આંગણામાં પુરાતી રંગોળી...
એ મસ્ત ઠંડક આપનારો છાંયડો...
પક્ષીઓનો કલરવ, 
ખિસકોલીઓનો દોડાદોડ અને ઉછળકૂદ
વાંદરાઓનું તોફાન,
નવી ઊગતી કૂંપળનું વિસ્મય,
અને એક સ્વજનની હૂંફ!
 
ઓફિસર નિઃશબ્દ!

Gujarati Shayri by Dimpal Kapadiya : 111033332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now