સવારે વહેલી PT કરવા ઉઠાડતી,
સ્વાસ્થ સારૂ રહે માટે કસરત કરાવતી,
સ્વચ્છ શરીર રહે માટે lifeboy પણ આપતી,
એ ઉંમરે કેટલાક બાળક ના સપના માં પણ ના હોય,
એવુ Bournvita વાળુ દુધ પીવડાવતી,
પૌંવા, આલુ પરાઠા, પુરી શાક અને બિજુ ઘણું બધુ,
અને હાં...! મારી ભાવતી એવી Idli પણ આપતી,
*તમને ખબર છે કેવી હતી મારી નવોદય?*
પૈસા ખર્ચી ને પણ ના મળે એવુ ભણતર આપતી,
માં-બાપ પણ ના કરી શકે એવુ ઘડતર આપતી,
બધી જ પરીસ્થિતી માં રહેવા એવી હિમ્મત,
ખુમારી થી જીવન જીવવા એવો હોંસલો આપતી,
મારી બધી જ પ્રતીભા દુનિયા સમક્ષ મુકવા મને મૌકો આપતી,
*તમને ખબર છે કેવી હતી મારી નવોદય?*
મારા નાના ભુખ્યા પેટને મજાનું ભોજન આપતી,
કોઈ દિવસ શ્રીખંડ તો કોઇ દિવસ ફ્રુટ સલાડ,
અને હાં...! ગરમી માં તો છાસ પણ આપતી,
કોઈ દિવસ નામ પણ ન સાંભળ્યા હોય એવી રમત રમવા મોટુ મેદાન આપતી,
રમ્યા પછી શાંજે થાક લાગે ને, ત્યારે મમરા કે Biscuit પણ આપતી,
દાળ ભાત, રસ્સા વાળા રીંગણ, કઢી ખિચડી અને હાં...!!
મારૂ પ્રિય એવુ.... સેવ ટામેટા નુ શાક પણ આપતી,
Night Study તો એક બહાનુ....
પણ મારો એ પ્રેમ.....
*ચા* ☕ પણ આપતી,
દિવાર કુદીને બહાર જવાની હિમ્મત,
જાતે બનાવી ને ખાવાની લજ્જત,
અને એમા પણ કોઈ House master નું ચમચુ હોય તો આપણી ફુટી કિસ્મત,
કેવા કેવા રૂપ દેખાડતી....
મારે તો બધુ બોવ કેવુ છે,
પણ આ Heli છે ને, પુરતો સમય નથી આપતી,
*તમને ખબર છે કેવી હતી મારી નવોદય?*
હું લખતા લખતા નહીં થાકુ, પણ તમેં વાંચતા વાંચતા થાકી જશો....
અેવી હતી મારી નવોદય.....
અને હાં.....!!
*હતી નઈ.....છે મારી નવોદય....*
*મારી નઈ.....આપણી નવોદય....*
*સ્કુલ નઈ...... માઁ છે મારી નવોદય....