લાગણી
લાગણીનાં આઘોષમાં લપેટાયેલી
ચાળીસીનો ઉંબર ઓળંગી ચૂકેલી
સ્ત્રીથી...
અચાનક બોલી પડાયું –
હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવા માંડ્યા છે‚
થાક લાગે છે‚
કંઈક ચેઇન્જની ઈચ્છા થાય છે.
તરત જ...
એને ઘરમાંથી જવાબ મળ્યો-
હવે‚
તું કામ કરી શકે એમ નથી.
તારે સમજીને ઘરમાંથી ‘રેઝીગ્નેશન’ આપી દેવું જોઈએ.’’
લાગણીઘેલી સ્ત્રીને ત્યારે જ જાણ થઈ
તે પોતાના ઘરમાં ‘નોકરી’ કરે છે.
સપ્તપદીનાં ફેરમાં –
લાગણી નું કોઈ કમિટમેન્ટ કર્યું જ નથી.
તો
હવે ???
#Kavyotsav