Gujarati Quote in Shayri by nihi honey

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

કોઈ કહે છે, સાત દિવસ ને
સાત રાતનું પેકેજ એટલે પ્રેમ??

હું કહું છું,
ચાંદની રાત,એક ઝૂલો અને
હાથમાં તેનો હાથ એટલે પ્રેમ !

કોઈ કહે છે
પેરિસની સાંજની ઝાકઝમાળ એટલે પ્રેમ.?

હું કહું છું
એને અચાનક ભેટ આપું ને
એના નયનોમાં જે ચમક આવે તે પ્રેમ !

કોઈ કહે છે
કાશ્મિરના બાગમાં સાથે ફરવું એટલે પ્રેમ ?

હું કહું છું,
ચૂપચાપ એકાદ ગજરો એના
વાળમાં ટાંકી દેવો એટલે પ્રેમ..!

કોઈ કહે છે,
ફૅન્સી અને સ્ટાઈલિશ વસ્ત્રો પહેરી
પતિ સાથે ફરવું એટલે પ્રેમ...!!

હું કહું છું,
તહેવારના દિવસે સજીધજીને તૈયાર થયેલી
પ્રિયાને આંખ ભરીને જોવી એટલે પ્રેમ...!

કોણ કહે છે,
એને ગુલાબનો ગૂચ્છ આપવો એટલે પ્રેમ.?

હું કહું છું,
બધાંના દેખતાં એકાદ ક્ષણ ચોરીને તેને
'સુંદર દેખાય છે તું' એમ કહેવું
અને તે સાંભળીને એના ચહેરાનું
ગુલાબી થવું એટલે પ્રેમ..!

કોણ કહે છે,
એના સૌંદર્ય પર કવિતા કરવી એટલે પ્રેમ.?

હું કહું છું,
તે પિયર હોય ત્યારે પ્રત્યેક કવિતામાં
એને જોવી એટલે પ્રેમ..!

કોણ કહે છે,
લાજશરમનો પડદો ભેદી
એકમેકને જોઈ-જાણી લેવા તે પ્રેમ..!

હું કહું છું,
લગ્નના પચીસ વરસ પછી પણ
ઉખાણામાં એનું નામ લેતાં ય શરમાવું
એટલે પ્રેમ...!

કોણ કહે છે,
લગ્નના ૧૦ દિવસ સુધી હોય તે પ્રેમ.?

હું કહું છું,
મનમાં પ્રેમ વહેતો રાખીએ તો
આજીવન ટકી રહે તે પ્રેમ...... !!!

Gujarati Shayri by nihi honey : 111031997
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now