# Kavyotav
       
         કેમ ડરે છે? 
તું રાખ ભરોસો ખુદ પર
કેમ ડરે છે?
કારણ વગર રોજ રોજ તું
કેમ મરે છે?

પગલું માંડ્યું છે મંઝિલ ભણી
તો ચાલતો રે ને,
સ્વપ્ન સિધ્ધ કયૉ વિના
કેમ પાછો ફરે છે?

સુખ દુઃખ તો આવ્યા કરે
તો સહેતો રે ને,
સંઘર્ષ કયૉ વિના
કેમ રડતો રહે છે?

મળશે જો ઈશ મને
તો પૂછીશ એને,
તારા સાથે હોવા છતાં માનવ
કેમ કાયર બને છે? 

Gujarati Shayri by Patel Vinaykumar I : 111031972

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now