#Kavyotsav
_પ્રેમ_
પ્રેમ ની કવિતા હું લખવા બેઠી છું
બસ તમેં મનેં ખાલી સાથ આપો ..
શબ્દો મારાં જ હશે,
બસ તમેં ખાલી સાદ આપો..
હૃદય નાં તાર તમારાં પણ સૂરે ચઢે
બસ એટલો જ ખાલી પ્રતિસાદ આપો..
લાગણીઓ ની હદો તૂટે
એટલી જ મનેં સંવેદનાની સોગાત આપો
આમ, તો હું કોશિશ કરતી જ રહીશ
બસ ધીમો પણ, વહેતોમન પ્રેમ નો તરવરાટ આપો..
પ્રેમ ની કવિતા લખવા બેઠી છું..
આમ, જ અચાનક હું ખુદનેમળવા બેઠી છું..
_મીસ મીરાં.._