દોસ્તીનો સાથ...
એક એવો દોસ્ત,
જે સાથે હોય તો તાકાત બને મારી,
ને સામે હોય તો કમજોરી મારી,
એક એવો દોસ્ત,
જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકું,
જેને ભલેને આંખે થી જોયો નહોય,
એક એવો દોસ્ત,
જેની સાથે વાત કરવા ક્યારેય સમય કાઠવો ન પડે,
કે વાત વિચારી વિચારી ને કરવી ન પડે,
એક એવો દોસ્ત,
ભલે આંશુ લૂછી કે રોકી ન શકે પણ
સાથે રડી શકે,
એક એવો દોસ્ત,
જ્યારે મને કોઈ સાંભળવા ન માંગતું હોય
ત્યારે પણ ધ્યાન થી મને સાંભળે,
એક એવો દોસ્ત,
બસ ભલે મંઝિલ ની ખબર ન હોય પણ,
મારી સાથે ચાલવા હમેશ ત્યાર હોય,
એક એવો દોસ્ત,
જેના માટે મન માં ક્યારેય કોઈ ડર ન હોય,
હંમેશ સાથ આપનારો,
એક એવો દોસ્ત,
બસ દોસ્ત જ....
જેમ દોસ્ત શબ્દ માં સ અને ત સાથે મળી ને
બને છે દોસ્ત એમ આપણે બે,
એક એવો દોસ્ત,
બસ સાથ નિભાવી જાણે,
બસ સાથ આપી જાણે,
એક એવો દોસ્ત,
ન કોઈ જવાબ સવાલ કારણ નિયમ.....
ફક્ત બસ દોસ્તી નો સાથ,
જ્યાં સુધી છે આ ઝિંદગી.......