#Kavyotsav
??ફૂટે છે કુંપણ??
થાય છે જોતી રહું રાત આખી જાગી
ફૂટે છે કુંપણ કેમ તારા માંથી
ઝડપી વેગ ના વાયરા તું વહેતો જા,
એક વેણ મારો તું કહેતો જા .......
ફૂલ માં રજકણ છે કે રજકણ છે ફૂલ દ્વારા ,
મૂળ માં રસ્તો છે કે રસ્તા પર મૂળ તારા ,
હટાવો તુજને કે હટાવી નિત ની ધારા
આંશુ તારા નથી કોઈ શોખ ન ફુવારા,
કાપી માર્ગ દોરી જાય છે કેમ તુજના વ્હાલાં,
ન સમજતા કે નઈ મળે તુજ વિના જળના પ્યાલા,
લઈને હાસ કેમ કરું તારા સુસવાટા........
દ્રવ્ય પણ ,સર્પ ,પક્ષી સૌ તમામે તમામ ,
વધતું જતું પૃથ્વી નું આ તરસ્યું તાપમાન ,
જળ ચર, નર સર્વ સજીવ જાતપાત ,
નિર્ભર સૌ તુજ્ પર ભલે ભર્યું આ આસમાન ....
જીવાત્મા તો છે તારામાં સત્ય વચન છે,
આપે જવાબ તું ય પણ પરોપકારી તારું જીવન છે ...
થાય છે જોતી રહું રાત આખી જાગી
ફૂટે છે કુંપણ કેમ તારા માંથી...........