Gujarati Quote in Shayri by Priyanka

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# કાવ્યોત્સવ

તું મને જોવા આવ્યો ત્યારે સરવાળો થયો હતો તારો મારી સાથે... તારી આંખે ઝળકતા પ્રેમથી સરવાળો થયો હતો તારો મારી સાથે... તારા વિચારોથી સરવાળો થયો હતો તારો મારી સાથે... તારા ગમા-અણગમાથી સરવાળો થયો હતો તારો મારી સાથે... તારા આપેલ વચનોથી સરવાળો થયો હતો તારો મારી સાથે... સપ્તપદીના દરેક ફેરામાં સરવાળો થયો હતો તારો મારી સાથે... મારું માન-સમ્માન સાચવીશ એ વાયદાથી સરવાળો થયો હતો તારો મારી સાથે... સમય ફર્યો અને સાથે-સાથે તું પણ... ત્યારે બાદબાકી થવા લાગી હતી તારી મારામાંથી... તારા પ્રેમમાં ઓટ આવવા લાગી હતી ત્યારે બાદબાકી થઈ તારી મારામાંથી... તારા વિચારો અને વર્તનમાં ફેર જોઈ બાદબાકી થઈ તારી મારામાંથી... મારા ગમા-અણગમાથી તને ફેર નહોતો પડતો ત્યારે બાદબાકી થઈ તારી મારામાંથી... તારા દરેક ખોટા વચનથી બાદબાકી થઈ તારી મારામાંથી... તારા લગાવેલ ખોટાં આક્ષેપોથી બાદબાકી થઈ તારી મારામાંથી... મારા માન-સમ્માન પ્રત્યે તારી બેફિકરાઇ અને અદેખાઇ થી બાદબાકી થઈ તારી મારામાંથી... નથી હું સીતા કે કોઈ દેવી જે ભૂલી જાય તે અને તારા પરિવારે કરેલુ મારું અને મારા માતા-પિતા નું અપમાન...અને એટલે જ આજે સંપૂર્ણપણે બાદબાકી થઈ તારી મારામાંથી... તું હંમેશ માટે બાદ થયો મારામાંથી....

--Priyanka

Gujarati Shayri by Priyanka : 111031283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now