Gujarati Quote in Story by Nirav Patel SHYAM

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV


તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર...


કદાચ કાલે આપણે સાથે હોઈએ...

ને થોડું ઝઘડવાનું પણ બને

ના ગમતું ઘટવાનું પણ બને

તૂટતાં સંબંધમાં થીગડું  મારવા

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!


કદાચ કાલે આપણે સાથે હોઈએ

ને તારાથી રિસાઈ જવાનું પણ બને

પરિવારમાં પીસાઈ જવાનું પણ બને

બધા સંબંધોને એક તાંતણે ગૂંથવા

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!


કદાચ કાલે આપણે સાથે હોઈએ

ને પરિસ્થિતિઓ સામે લડવાનું પણ બને

ક્યારેક એકાંતમાં બેસી રડવાનું પણ બને

છાતી સરસો ચાંપી મારા આંસુ લુછવા

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!


કદાચ કાલે આપણે સાથે હોઈએ

ને એક એવી ઉંમરે ઢળવાનું પણ બને

ઘરમાં પડ્યા પડ્યા સડવાનું પણ બને

ખાટલા પાસે બેસી કપાળે હાથ ફેરવવા

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!


કદાચ કાલે આપણે સાથે ના પણ હોઈએ

ને મારા વગર એકલા જીવવાનું પણ બને

પ્રેમની શોધમાં ઠેર ઠેર ભટકવાનું પણ બને

પોતાની જાતને મારા વિના ટકાવી રાખવા

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!


તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર...




નીરવ પટેલ 'શ્યામ'

Gujarati Story by Nirav Patel SHYAM : 111031256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now