#kavyotsav
દાંપત્ય
પ્રેમની સાચી પરિભાષા દાંપત્ય
ખટમીઠી યાદો ની રંગત દાંપત્ય
સ્વાભિમાન એકબીજાનું સાચવવાની રીત દાંપત્ય
દિલની વાત ઈશારાથી સમજાય એ દાંપત્ય
અંગત નહિ... હમસફરની જાણવણી દાંપત્ય
પ્રણય પુષ્પ થકી જીવનને સુગંધિત બનાવતું દાંપત્ય
નયનોમાં નજારા સ્વરૂપે કેદ રહેવાનું ગમતું બંધન દાંપત્ય
જીવનના આ રંગમંચમાં સૌથી મોટું અભિનય પાત્ર દાંપત્ય
મળે જો સાચો હમરાહી તો મ્હેકે દાંપત્ય....
- તન્વી કે. ટંડેલ