Gujarati Quote in Whatsapp-Status by Writer Dhaval Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_ભગવાને આપેલી ઝીંદગી પણ એક ઢીંગલી છે જેમાં ભગવાન સતત ચાવી પૂર્યા કરે છે_

. *ઢીંગલી*
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

આત્મા રૂપી છે ઢીંગલી,બેઠી જે હૃદયની વચ્ચે
શ્વાસ લઈને કહે છે,ભગવાન પુરે છે જેમાં ચાવી

દુઃખમાં મુંઝાતી ઢીંગલી,કહે હું થઈ એકલી
ઉભી રહી ગઈ ત્યાં,જ્યાં ચાવી થઈ મારી પૂરી

પ્રશ્ન ઉઠતા હતા,વિચારોમાં પડી જતી ઢીંગલી
વિચારો ના થતાં પૂરા,ખૂટતી હતી ભરેલી ચાવી

સાથ મળ્યો નહિ,સમય વચ્ચે ઉભી ઢીંગલી
સાથમાં છોડી દેવાય,નિમિત્ત થકી પૂરી ચાવી

મજબૂરીમાં એકલી,હવે દોડતી થઈ ઢીંગલી
દર્દ સહન કરે છે,પૂરી જેમાં દયાભાવ ની ચાવી

સત્યની કરી વાત,રસ્તા વચ્ચે ઉભી એકલી ઢીંગલી
આગળ વધવા ના દેય કોઈ,જેમાં ભરી ષડયંત્રની ચાવી

હારવા પછી થી,આગળ પહોંચી ઢીંગલી
છોળ્યો જેણે સાથ,એમની સાથે છે ઢીંગલી

ભરી છે દયાભાવની લાગણી,સત્યનો છે જેમાં સ્વાદ
ખોટા લોકોથી સાવધાન,ભગવાન પુરે છે જેમાં ચાવી

સાચું ખોટું કરે,કર્મોથી બંધાણી છે ઢીંગલી
ભગવાન ભરોસે,ચાલી રહી છે હવે ઢીંગલી

આત્મા રૂપી ઢીંગલી,બેઠી જે હૃદયની વચ્ચે
શ્વાસ લઈને કહે છે,ભગવાન પુરે છે જેમાં ચાવી

*---------------------------------------*

*ધવલ રાવલ*
*TRUS* T *ON* G *O* D

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111031054
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now