#મૌન
'મૌનની સરહદ વટાવી જાવ તો શબ્દો સઘળાં બિન જરુરી હોય છે. '
લેશ માત્ર પણ ક્યાં બોલવાનું હોય છે, તોય સર્વ વાત બોલાતી હોય છે.
'મૌનની સરહદ વટાવી જાવ તો શબ્દો સઘળાં બિન જરુરી હોય છે. '
શુન્ય શબ્દએ સર્વ કથા કહેવાતી હોય છે, એજ મૌનની મજા હોય છે.
જો ધરો મૌન તો સર્વ જ્ઞાન સઘળું નકામું થઈ જતુ હોય છે.
'મૌનની સરહદ વટાવી જાવ તો શબ્દો સઘળાં બિન જરુરી હોય છે. '
ધરો મૌન તો શબ્દના ભંડોળ નકામા, પોથીયોના ભંડાર નકામા,
સાધુ - સંતોની મૌનની મૂર્તિ મે જોઈ છે, 'મહિમા' અનોખો અદ્ભુત હોય છે.
'મૌનની સરહદ વટાવી જાવ તો શબ્દો સઘળાં બિન જરુરી હોય છે. '
- સંગીઅખિલ 'અખો'
ગામ - ચોરવિરા (જી)
09/05/2018
____________________________________
આવુ જ સાહિત્ય વધારે વાંચવા નીચેની લિંક ઓપન કરો.
https://m.facebook.com/AuthorSangeeakhil/?ref=bookmarks