ભગવાન સૈને પુરી જીદગી જીવવાનો સમય આપેછે પણ તેને આપેલો એ સમયને આપણે જ ફેરફાર કરીને તેને ઘણો ઓછો કરી દીધોછે...
આજકાલ આપણી જીવન જીવવાની રીતભાત એ આપણે જ તેને બદલી નાખીછે જેમકે મોડા ઉઠવુ, કસરતને અભાવ, સમયે જમવુ નહિ, બજારનુ ગમેતેમ ખાવુ, ગમેતેમ ઉજાગરા કરવા, વધુ ચરબીવાળો ખોરાક ખાવો, જમીને તરત સુઇ જવુ, આ બધા કારણો ખરેખર આપણુ આયુષ્ય ચોકકસ ઓછુ કરેછે પછી નાની ઉંમરે ચાલ્યા જવુ તેમાં ભગવાન બિચારો શુ કરે!
ભગવાન તો સૈને સરખો સમય જીવવાનો આપેછે આપણે જ આપણી જીંદગીના આયુષ્ય સાથે ચેનચાળા કરોએ છીએ બાકી ઘણાલોકો સો વરસ ઉપર પણ જીવેછે ને તેની કેટલીય પેઢીઓ તેઓ જોઇને જાયછે...તો શુ એ લોકોની ખાવાપીવાની રીતભાત આપણા જેવી હશે!...જી...ના બિલકુલ નહી.
ઘરના ભોજન જેવી મિઠાસ બીજે કયાંય નથી. બાજરાનો રોટલો ને ડુગરી બટેટાનુ શાક સાથે એક લીલુ મરચુ ઓહોહો જે ખાવાનો આનંદછે તેમાં તેવો પાવભાજીમાં કયાંથી!