મતલબી દુનિયામાં સંબંધ સાચવી તો જુઓ ,
એક-બીજાનાં દિલની લાગણીને સમજી તો જુઓ .
કાનેથી સાંભળેલી વાતો જ સાચી લાગશે ,
પણ ક્યારેક નજરથી સત્ય જાણી તો જુઓ .
તૂટેલા સંબંધોની ગાંઠને છોડી તો જુઓ ,
સંબંધોને સાચવવા એક વાર નમી તો જુઓ .
અજાણ્યાં જ રહી ગયાં છે પોતાના બધાં ,
તો પણ એક નવી શરૂઆત કરી તો જુઓ .
‛અંશ’